મોરબીમાં અલગ-અલગ ચાર સ્થળે જુગાર રમતા ૧૯ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી પોલીસે ચાર અલગ-અલગ સ્થળે દરોડો પાડી જુગાર રમી રહેલા ૧૯ શકુનીઓને રૂ.૪૧ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રથમ બનવામાં મોરબી તાલુકાના વનાળીયા ગામે જાહેરમાં જુગાર રમતા સુખદેવસિંહ બળવંતસિંહ જાડેજા, જુમાભાઈ સુલેમાનભાઈ, યુનુસ હાજી સુમરા, હાજી ઈસાભાઈ સુમરા, અને દિલીપ ગુલચંદભાઈ દોશીને રોકડ રકમ ૧૫ ૭૦૦ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શંકર ઉર્ફે શંકો પરસોતમ કોળી, વિશાલ રતિલાલ કોળી, સુનીલ ઉર્ફે સનકો અમરશીભાઈ કોળી, વિજય ઉર્ફે ઉંદર રમેશભાઈ કોળી, હરેશભાઈ વીરજીભાઈ કોળી ને મોરબી પોલીસે રૂ.૫૫૨૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો ત્રીજા બનાવમાં મોરબીના ત્રાજપર-ખારી વિસ્તારમાં બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રામકુવા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમી રહેલા ચંદુભાઈ કોળી, દિલીપભાઈ સુરંગભાઈ કોળીને ૧૫૬૦૦ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ચોથા બનાવમાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાવ્સે જાહેરમાં જુગાર રમતા ગણપત ઉર્ફે ધનાભાઇ સવસીભાઇ કોળી, સુરેશ પ્રભુભાઈ સુરેલા, રમેશ કાળુભાઈ કોળી, અકબર મામદભાઈ મિયાણા, યુસુફ ઈબ્રાહીમભાઈ મોવર, હનીફ ઇશાકભાઇ જામ અને અજય ભુપતભાઈ પરમારને રોકડ રકમ ૫૧૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat