મોરબી પાલિકાની છ બેઠકોની પેટા ચુંટણી માટે ૧૯ ઉમેદવારી ફોર્મ ભરાયા

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સાત સદસ્યો ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ પેટા ચુંટણીની જાહેરાત થયા બાદ ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ ૧૯ ઉમેદવારી ફોર્મ ભરાયા છે

મોરબી પાલિકાના ચાર વોર્ડની સાત બેઠકોની પેટા ચુંટણી પૈકી એક બેઠકની ચુંટણી સ્થગિત કરવામાં આવતા છ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી જેના અંતિમ દિવસે આજે કુલ ૧૯ ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં ત્રણ વોર્ડની છ બેઠકો માટે ભાજપના છ ઉમેદવારો તેમજ ૫ ડમી સહીત ૧૧ ફોર્મ ભરવામાં આવ્યા છે તો કોંગ્રેસનાં છ ઉમેદવારો અને ૨ ડમી ફોર્મ ભરવામાં આવ્યા છે જે ફોર્મની ચકાસણી તા. ૧૨ ના રોજ કરવામાં આવશે અને તા. ૧૪ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અને પેટા ચુંટણી માટે તા. ૨૫ ના રોજ મતદાન યોજવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat