મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા ૧૮ મો સમૂહ લગ્નોત્સવ/યજ્ઞોપવિત્ર સમારોહ યોજાયો

 

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ – મોરબી દ્વારા ૧૮ મો  સમુહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત સમારોહ ધામધુમથી ઉજવાયો હતો

આ સંસ્થા દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમુહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિતનુ આયોજન કરવામાં આવે છે જેમાં બે દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા તેમજ ૨૨ બટુકોએ યજ્ઞોપવિત્ર સંસ્કાર ધારણ કર્યા હતા

આ સમારોહમાં દીકરીઓને કરિયાવરમાં ૧૩૫ થી વધુ ચીજવસ્તુઓ અને બટુકોને ૩૦થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી છે આ સમારોહમાં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા તથા મહામંત્રી  મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓની ટીમે જહેમત ઉઠાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat