Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઘર છોડીને ભાગેલ મહિલાને ૧૮૧ ટીમે બચાવી

ગત તા.૨૭ ના રોજ ૧૮૧ ટીમને થર્ડ પાર્ટી કોલ આવ્યો હતો કે કોઈ અજાણ્યા બહેન રોડ પર સુતા છે અને કાઈ બોલતા નથી આ ધટનાની જાણ થતા ૧૮૧ ની ટીમ ધટના સ્થળે પહોચી ત્યાં જાણવા મળેલ કે WID લજાઈ ગામના બસ સ્ટેશન નજીક એક બહેન સુતા હતા અને એક જ શબ્દ બોલતા હતા “મને અડસો નહિ,મને મરી જવા દો “ આમ ૧૮૧ ના કાઉન્સીલર જાગૃતિબેન મકવાણા અને રમેશભાઈ ભંખોડિયાએ WIDને સમજાવેલ પણ કોઈ જ વાત સમજતા ન હોવાથી બહેનને જેમ-તેમ કરી ગાડીમાં બેસાડીને સારવાર માટે લઇ ગયા હતા બાદમાં સ્વસ્થ થતા તે બહેને જણાવ્યું હતું કે પોતે નવરાત્રીના ઉપવાસ કરતા હોવાથી અસ્વસ્થ હતા અને તેમને મગજની થોડી બીમારી હોવાના કારણે તે જીવવા માંગતા ના હતા તેમજ તેમના દીકરાને હેરાન કરવા નહોતા માંગતા.આમ WIDનું વધારે કાઉન્સેલિંગ કરતા બહેન મૂળ mpના છે અને તેનો દીકરો રાજપર ગામમાં વાડીમાં કામ કરે છે.આ WID ના છોકરાનું એડ્રેસ શોધી તેમના દીકરાને સોપવામાં આવેલ અને તેમના દીકરાને બહેનની ધ્યાન રાખવા ૧૮૧ ની ટીમે સમજાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat