વાંકાનેરમાં ‘મધર્સ ડે’ના દિવસે 181 અભયમની ટીમે દંપતિ વચ્ચે સમાધાન કરાવી 8 માસના બાળક સાથે માતાનું પુનઃમિલન કરાવ્યું

મહિલાઓને મદદ માટે હંમેશા કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમે વાંકાનેરમાં ‘મધર્સ ડે’ના દિવસે દંપતિ વચ્ચે સમાધાન કરાવી 8 માસના બાળક સાથે માતાનું પુનઃમિલન કરાવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.8-5-2022ના રોજ ‘મધર્સ ડે’ના દિવસે વાંકાનેર તાલુકામાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક પરિણીતા નો કોલ આવેલ કે ‘તેના આઠ વર્ષના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે’. જેથી તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

જ્યાં પરિણીતા નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે, પરિણીતાનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને 8 માસનું નાનું બાળક છે. સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને 8 માસના બાળક સાથે તે પિયરમાં આવી હતી. ગઈકાલે તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી પરિણીતા સાસરીમાં પાછા જવા માંગતા ન હતા. તેથી તેના પતિ તેના 8 માસના નાના બાળકને લઈને જતા રહ્યા છે.

જેથી 181 અભયમની ટીમે પરિણીતાને સાથે લઇજઈ તેના સાસરીમાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કર્યું હતું. અને નાના બાળક તથા ઘરમાં થતાં નાના મોટા ઝગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવ્યું હતું. આમ, અભયમની ટીમે ‘મધર્સ ડે’ના દિવસે એક માતાનું બાળક સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat