Billboard ad 1150*250

મોરબી આહીર સમાજના ૧૭૯ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આહીર સમાજનો ૧૦ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

Post ad 2

        શ્રી મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે ૧૦ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસએસસીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના કુલ ૧૭૯ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ૧૫ નિવૃત કર્મચારીઓ અને ૧૪ જેટલા વ્યક્તિના વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા

        આહીર સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિ અધ્યક્ષ અમુભાઈ રાણાભાઇ હુંબલ, મહંત જગન્નાથ મહારાજ, ભાવેશ્વારીબેન, આસી, કમિશ્નર જીએસટી નિર્મલભાઈ ગોગરા, ગાંધીનગર રેવન્યુ ટ્રીબ્યુનલ રજીસ્ટ્રાર જયશ્રીબેન કુંભરવાડિયા, ડેપ્યુટી કલેકટર આશિષભાઈ મિયાત્રા, લાખાભાઈ જારીયા અને જીવણભાઈ કુંભરવાડિયા તેમજ દાતા રમેશભાઈ સવજીભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

        સમારોહને સફળ બનાવવા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર, મયુરભાઈ ગજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat