મોરબીના જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્ર યજ્ઞ કેમ્પનો ૧૭૦ દર્દીઓએ લાભ લીધો

 

મોરબીના જલારામ મંદિર ખાતે સ્વ. જયસુખલાલ જગમોહનદાસ મહેતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું હતું જે કેમ્પનો ૧૭૦ દર્દીઓએ લાભ લીધો હતો

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીને શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વધુ એક કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો ૧૭૦ દર્દીઓએ લાભ લીધો હતો

કેમ્પમાં ૬૬ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.

Comments
Loading...
WhatsApp chat