


રાજ્યના વેરા કમિશ્નર દ્વારા નોંધાવી ફરિયાદ
મોરબીની ૧૬ સિરામિક ફેક્ટરી દ્વારા રાજ્ય સરકારને વેરો ના ભરીને કુલ વેરની રકમ ૧૭.૭૬ કરોડની છેતરપીંડી કરવામાં આવી હોય અને સરકારને વચન આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચ્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
રાજકોટના વેરા કમિશ્નર વિનોદ મકવાણાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી રાજન ટાઈલ્સ, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેત સિરામિક હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક કંપનીના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સિરામિક એકમના માલિકોએ સરકારનો વેરો નહિ ભરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી ખોટી વેપારી પેઢી બનાવી ખોટી પેઢીના નામનું ઈમેલ આઈડી બનાવી તેમજ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ફરિયાદીની ઓફીસ ખાતેથી જીએસટી નંબર મેળવી તેના આધારે કુલ ૩૮૫૨ બીલ જનરેટ કરી તેમજ સાહેદ બી પી ત્રિવેદીએ કરેલ પ્રાથમિક તપાસમાં આરોપીએ ડોક્યુમેન્ટના પુરાવા કોઈ વ્યક્તિએ યેનકેન પ્રકારે મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ અન્ય આરોપીઓની તપાસ કરતા નહિ મળી આવતા તમામ આરોપીઓએ અથાણું કરોડ ત્રણ લાખ સીતાવીસ હજાર ચારસો બેતાલીસની એસ એસ્સ વેલ્યુના ઈ વે બીલ જનરેટ કરી જીએસટી રૂ. ૭૧,૨૬,૩૪૭ તથા એસજીએસટી ૭૧,૭૬,૩૪૮ તેમજ યુજીએસટી રૂ ૧૬,૩૩,૫૭,૮૭૧ મળી કુલ વેરો રૂ ૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારમાં નહિ ભરી સરકારને વચન આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે