મોરબી-માળિયા અને ટંકારામાં જુગાર રમતા ૧૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી પંથકમાં જુગારના ધમધમાટ વચ્ચે પોલીસની સતત દરોડા કાર્યવાહી ચાલી રહી છે જેમાં મોરબી, માળિયા અને ટંકારામાં ત્રણ સ્થળે દરોડા કરીને જુગાર રમતા ૧૬ પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા છે

મોરબીના રવાપર નજીક બોની પાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા વિનોદ કાવર, રાકેશ કાવર, મનીષ કાવર, અરવિંદ બાવરવા, પ્રકાશ પારેજીયા, અને હિમાંશુ કાવર એમ છને ઝડપી લઈને ૨૬,૮૫૦ ની રોકડ જપ્ત કરી છે જયારે ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા અજય બાબુ કોળી, પ્રવીણ નાનજી કોળી, રાજેશ ભીખુ છીપરીયા, જોગેન્દ્રગીરી ભૂદરગીરી ગોસ્વામી અને ગગજી નાનજી કોળી એમ પાંચને ઝડપી લઈને ૧૩,૬૦૦ ની રોકડ જપ્ત કરવામાં આવી છે

માળિયાના ખાખરેચી ચીખલી ગામે જાહેરમાં જુગાર રમતા રમેશ કૈલા, મનસુખ કૈલા, નારણ કૈલા, દિલીપ કૈલા અને રમેશ બાપોદરિયાને ઝડપી લઈને રોકડ રકમ તેમજ પાંચ મોબાઈલ મળીને કુલ ૪૩,૪૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat