એસટી બસ બંધ કન્ટેનર પાછળ અથડાતા ૧૫ ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અંજારથી બાંટવા જતી એસટી બસ નં જીજે ૧૮ વાય ૧૬૨ કચ્છ તરફથી આવતી હતી ત્યારે માળિયા પહેલા આવતા સુરજબારી પુલ નજીક બંધ કન્ટેનર પાછળ બસ ઘુસી ગઈ હતી. જે અકસ્માતના બનાવમાં બસના કંડકટર જયસુખભાઈ ખુમાનંદ ચુડાસમા, બસમાં સવાર મુસાફરો ગોસાઈ હરદેવગીરી આનંદગીરી રહે. આદિપુર, કેશુભાઈ રામભાઈ રહે. ગાંધીધામ, મારાજ અંબારામ રાયમલ રહે. ગાંધીધામ, નિશાબેન અશોકભાઈ વાણંદ રહે. ભચાઉ, રીનાબેન રમણીકભાઈ વાણંદ રહે. ભચાઉ, કુંવરબેન અંબારામ મારાજ રહે. ગાંધીધામ, મગારામ કેશારામ રહે. રાજસ્થાન, યોગેશ છગનભાઈ રહે. મોરબી-૨. કેશુભાઈ રાજાભાઈ વાઘરી, રહે. ગાંધીધામ, વિરજીભાઈ કેશુભાઈ દેવીપૂજક, ગંગારામ ભવાનભાઈ રહે. રાજસ્થાન અને ગોસાઈ શુભદ્રાબેન હરદેવપૂરી તેમજ અન્ય બે મુસાફરોને સામાન્ય ઈજા મળીને કુલ પંદર મુસાફર ઘવાયા હતા. સુરજબારી પુલ પાસે કન્ટેનર અગાઉ અકસ્માત બાદ એમ જ પડ્યું હતું જેની પાછળ એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

Comments
Loading...
WhatsApp chat