Billboard ad 1150*250

હળવદમાં બે સ્થળે જુગાર દરોડામાં ૧૫ ઝડપાયા, એક ફરાર

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદના કવાડિયા ગામમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

Post ad 3

        હળવદ પોલીસ ટીમે કવાડિયા ગામમાં બાતમીને આધારે દરોડો કરી જુગાર રમતા ચંદુભાઈ કાનજીભાઈ કાચરોલા, નારૂભા હેમંતસંગ ખડીયા, દલસુખભાઈ રામજીભાઈ પીઠાણી, રણજીતભાઈ જેરામભાઈ રાતૈયા અને જયદેવ દીપસંગભાઈ ગઢવી એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૩,૨૦૦ જપ્ત કરી છે જયારે રેડ દરમિયાન આરોપી સમરત ઘનશ્યામ કોળી અને વનરાજ મનસુખ કોળી રહે બંને કવાડિયા તા. હળવદ વાળા નાસી જતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

હળવદના રાયધ્રાના મકાનમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા, એક ફરાર

        હળવદના રાયધ્રા ગામમાં આરોપી માંડણ શંભુભાઈ ચડાસણીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા દાનાભાઈ સવસી ભાઈ ચડાસણીયા, રઘુભાઈ શમ્ભુભાઈ ચડાસણીયા, મુકેશ ગણેશભાઈ ચડાસણીયા, દિનેશ હીરાભાઈ નંદેસરિયા, રાજુભાઈ ગણેશભાઈ ચડાસણીયા, ગોવિંદભાઈ લાલજીભાઈ નંદેસરિયા, માંડણભાઈ ભોજાભાઈ સીણોજીયા, મહેશ માંડણભાઈ સીણોજીયા, જીવરાજ રઘુભાઈ ચડાસણીયા અને બેચાર રઘુભાઈ ચડાસણીયા એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪,૩૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે આરોપી માંડણ શંભુભાઈ ચડાસણીયા નાસી જતા તેની સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat