Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ટંકારા અને માળિયામાં જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી પંથકમાં પ્રથમ દરોડામાં મોરબીના રવાપર ઘુનડા રોડ પર હરિઓમ સ્ટોનની બાજુમાં જુગાર રમતા સુનીલ રમેશ નાંધાણી, રાહુલ શામજી નાંધાણી અને સંતોષ મહેશ નવીક એમ ત્રણને ઝડપી ૫૮૧૦ ની રોકડ જપ્ત કરી છે

જયારે માળિયાના ખીરઈ ગામની સીમમાં જુગાર રમતા હુશેન હારૂન મોવર, કાદર હાસમ મિયાણા અને બેચાર શિવા પટેલ એમ ત્રણને ઝડપી ૩૯૧૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

જયારે ત્રીજા દરોડામાં ટંકારાના મોટા રામપર ગામે જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા ભગીરથસિંહ જાડેજા, કનકસિંહ ઝાલા, નરભેરામ આદ્રોજા, કાનજીભાઈ ચૌહાણ, અબ્બાસ કુરેશી, કિશોર પઢાંરીયા, યશવંતસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલાને ઝડપી પોલીસે ૩૭,૪૬૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat