વવાણીયા માતૃશ્રી રામબાઈમાં મંદિરે ૧૩મો પાટોત્સવ મહોત્સવ



માળિયા તાલુકાના વવાણીયામાં આવેલા માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે તા. ૧૫ થી ૧૭ દરમિયાન ત્રણ દિવસીય ૧૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે જેમાં વિવિધ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
માતૃશ્રી રામબાઈ માં મંદિર ખાતે ૧૩ મો પાટોત્સવ મહોત્સવ તા. ૧૫ ને મંગળવારથી શરુ થશે જેમાં તા. ૧૫ થી ૧૭ સુધી સમૂહ શાંતિ યજ્ઞ, તા.. ૧૬ ના રોજ સાંજે ૭ કલાકે સાંધ્ય આરતી, તા. ૧૬ અને ૧૭ ના રોજ આહીરોની અસ્મિતા અને શૌર્ય પ્રદર્શન, તેમજ તા. ૧૬ ના રોજ બપોરે ૪ થી ૭ કાલાકે રાસ મહોત્સવ યોજાશે
તા. ૧૬ ના રાત્રીના ભજન અને સંતવાણી કાર્યક્રમ યોજાશે તે ઉપરાંત તા. ૧૭ ના રોજ સવારે નવચંડી યજ્ઞ અને ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને અંતમાં સમારંભના અધ્યક્ષ તથા માતૃશ્રી રામબાઈ માં જીવનદર્શન પુસ્તક વિમોચન કરાશે.
વવાણીયા ધાર્મિક મહોત્સવમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, રામબાઈ માં આશ્રમના વ્રજકિશોરીબેન, બ્રહ્માનંદ આશ્રમના ઋષિકુમારી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા માટે માતૃશ્રી રામબાઈ માં મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

