દીકરી ભગાડી ગયાની શંકાએ ૧૩ શખ્સોએ યુવાનનું અપહરણ કર્યું અને લમધારી નાખ્યો

હળવદ તાલુકાના ભલગામડા ગામે યુવતી ભગાડી ગયેલની શંકા કરી ૧૩ જેટલા શખ્સોએ યુવાન સહિતનાઓને લાકડાના ધોકા વડે મારી મારી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ હળવદના ભલગામડા ગામે રહેતા રમેશભાઈ મહાદેવભાઈ કોળી (ઉ.૨૫) પોતાની વાડીએ હોય દરમિયાન આરોપી બન્નાભાઈ અણદાભાઈ શિહોરા, દીલાભાઈ અણદાભાઈ, બાબુભાઈ અણદાભાઈ, જસમતભાઈ અણદાભાઈ, ગુલાંભાઈ અણદાભાઈ, દીપાભાઈ અણદાભાઈ, જાદવભાઈ ભીખાભાઈ, જયંતીભાઈ જાદવભાઈ, મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ, ચોથાભાઈ ઇશાભાઈ રહે-કેદારીયા, બળદેવભાઈ ભાવુભાઈ, વનરાજભાઈ ભાવુભાઈ અને વિકાસભાઈ ભાવુભાઈ રહે-બધા ભલગામડા વાળાએ કાવતરું રચી હથિયારો સાથે ફોર વ્હીલ ગાડીમાં રમેશભાઈની વાડીએ આવીને રમેશભાઈના ભાઈ જયંતીભાઈએ બન્નાભાઈની દીકરી ભગાડી ગયેલ હોય તેવી શંકા રાખી રમેશભાઈની વાડીમાં પ્રવેશ કરી સાહેદોને લાકડાના ધોકા વડે મારમારી ફેકચર જેવી ઈજા કરી તેમજ રમેશભાઈનું અપહરણ કરી ઢીકાપાટુંનો મારમારી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat