Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩ રોડની મરમ્મત અને રીસરફેસિંગ કામો મંજુર

દિવાળી પૂર્વે મોરબીના ગ્રામ્ય પંથકના લોકોને દિવાળીની ખાસ ભેટ સ્વરૂપે ગ્રામ્ય પંથકના કુલ ૧૩ રોડના રીપેરીંગ તેમજ રીસરફેસિંગના કામોને મંજુરીની મહોર લાગી છે જેથી ખુશીની લહેર જોવા મળી રહી છે

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી તાલુકાના વિવિધ ગ્રામ્ય પંથકમાં રસ્તાના કામોને મંજુરી આપવામાં આવી છે જેમાં મોરબી તાલુકાના ખેવારીયા એપ્રોચ રોડ, પીપળીયા એપ્રોચ રોડ, બીલીયા એપ્રોચ રોડ, લીલાપર-લખધીરનગર (નવાગામ) રોડ લખધીરનગર (નવાગામ)-અદેપર રોડ, નવા ખારચીયા એપ્રોચ રોડ, રામગઢ એપ્રોચ રોડ, જીવાપર એપ્રોચ રોડ, સોખડા એપ્રોચ રોડ, રંગપર એપ્રોચ રોડ, અમરનગર એપ્રોચ રોડ, ગુંગણ એપ્રોચ રોડ અને બેલા – શનાળા રોડ સહીતના ગ્રામ્ય રસ્તાને ખાસ મરામત તેમજ રીસરફેસીંગ તથા મજબુતીકરણ માટે મંજુર કરેલ છે

આ રસ્તાના કામોના જેાબનંબર ફાળવવા મા આવેલ સાથે કાર્ય પાલક ઈજનેરને ટેન્ડર પ્રકીયા હાથ ધરવા ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામા આવી છે આ રસ્તાના કામો મંજુર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી દુર થશે તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની યાદીમા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat