


રાજ્યમાં વિધાનસભા ચુંટણીના પડઘમ વચ્ચે પોલીસ અધિકારીઓની બદલીનો દોર પણ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરમાં જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા છ પીએસઆઈની આંતરિક બદલી સહીત કુલ ૧૩ પીએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે અને તમામ પીએસઆઈને ચાર્જ સોપવામાં આવ્યા છે. મોરબ જીલ્લામાં લીવ રીઝર્વમાં ફરજ બજાવતા જી.આર. ગઢવી, એમ.ડી. ચૌધરી, બી.વી.ઝાલા ઉપરાંત પી.આર. વાઘેલા, એ.બી. જાડેજા અને કે.જે તરૈયાની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે તે ઉપરાંત વડોદરા શહેરમાંથી એમ.વી.પટેલ, જુનાગઢથી એસ.એ. ગોહિલ અને રાજકોટ શહેરમાંથી બી.ટી. ગોહિલની મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા રાણાભાઇ સભાડ, અબુભાઈ સમા, રહીમખાન મલેક અને અરુણાબેન ગોંડલીયાનીં મોરબી જીલ્લામાં બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.