Billboard ad 1150*250

“તૌકતે” વાવાઝોડાને પહોચી વળવા તંત્ર સજ્જ, ૧૧ ગામો એલર્ટ પર

0 1,483

ગુજરાતના દરિયા કિનારે તોકેત વાવાઝોડું તકરવવાની સંભાવના છે ત્યારે સરકાર દ્વારા તેને પહોચી વળવા માટે તૈયારી કરી લેવામાં આવે છે જેમાં મોરબી જીલ્લામાં બે એનડીઆરએફબની ટુકડી ફલ્વ્વામમાં આવી છે તી દરીયાનાકીનારે નજીકના ૧૧ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે

મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પહોચી વળવા માટે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે દરિયા કિનારાની ૧૦ કી.મીની હદમાં આવેલા ૧૧ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકાના ઢુઈ, રામપર(પાડાબેકર), ઝીંઝુડા, ઊંટબેટ(શામપર), બેલા(આમરણ), ફડસર અને રાજપર(કુંતાસી) તો માળિયા તાલુકાના વર્શામેડી, વાવણીયા, બોડકી અને બગસરા ગામીઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ તમામ તલાટી મંત્રીઓને હેડકવાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.દરિયા કિનારા નજીકના ગામોમાં આવેલા અશ્રય સ્થાનોમાં પ્રાથમિક સુવિધા કોવીડ ગાઈડલાઈન મુજબ કરવા કલેકટર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.

તેમજ મોરબી જીલ્લામાં નવલખી બંદર ખાતે માછીમારી કરતા ૮૩૦ લોકો પણ દરિયામાંથી પરત આવી ગયેલ છે અને તમામ ૧૬૭ બોટો પણ દરિયામાંથી આવેલ ગયેલ હોવાની માહિતી આપી હતી તો તમામ તાલુકાના મથકે કંટ્રોલરૂમ શરુ કરી દેવામાં આવ્યા છે જાહેર સ્થળો પરના તમામ હોડીગ્સ દુર કરવા સંબધિત વિભાગને સુચના આપી દેવામાં આવી છે તેમજ વીજળીના તાર તૂટવાથી વીજ પોલ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ જતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા અને ભયજનક બિલ્ડીંગોની યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે તો આમ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પાહોચી વળવા માટે સજ્જ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat