મોરબી જીલ્લાના ૧૧ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિનોદભાઈ વશરામભાઈ ચીકાણી, અલીઅકબર હાજીભાઇ ભોરણીયા, જયેશભાઈ ધનજીભાઈ માણસુરિયા, અભિજિતસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, હિતેશભાઈ શામજીભાઈ કુંવરીયા ની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે

જયારે એ ડીવીઝનમાં ફરજ બજાવતા ચંદુભાઈ અમરશીભાઈ બાબરિયા, બી ડીવીઝનમાં ફરજ બજાવતા ચંદુલાલ દલાભાઈ ચૌહાણ, બી ડીવીઝનમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેવડનભાઈ મિયાત્રા, મોરબી તાલુકાના જીલુભાઈ રામભાઈ ગોગરા, પોલીસ હેડ ક્વાર્ટરના રવિરાજ શક્તિસિંહ પરમાર અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જગદીશસિંહ દિગુભા જાડેજાની બદલી સીટી ટ્રાફિક શાખામાં કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat