મોરબી, વાંકાનેર, માળિયા અને હળવદમાંથી દેશી દારૂ વેંચતા 11 ઈસમો ઝડપાયા  

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ અંગેના કેસ નોંધાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે. જ્યાં તાજેતરમાં મોરબી, વાંકાનેર, માળિયા અને હળવદમાંથી  દેશી દારૂ વેંચતા 11 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી મનોજભાઇ છવિનાથ કશ્યપ શકત શનાળા ગામે ઘુનડા રોડ ઉપર જાહેરમા પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૫ કી. રૂ.૧૦૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી બુટેશભાઇ બાબુભાઇ રાણેવાડીયા લીલાપર રોડ ઇન્ડિયા ટાઇલ્સ પાસે પોતાના કબ્જા દેશી પીવાનો દારૂ લીટર-૦૩ કિ.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમા મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી આદીલભાઇ યુસુફભાઇ કટીયા ૨૫ વારીયા દલવાડી સર્કલ પાસે પોતાના કબ્જામા ગે.કા પાસ પરમીટ કે આઘાર વગર દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની નાની નાની ૨૫૦ મીલી નંગ ૩૬ દારૂ લીટર-૯ કિ.રૂા.૧૮૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી સાગીરભાઇ કાસમભાઇ કટીયા વીશીપરા રોહીદાસપરા ચોક પાસે પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૮  દારૂ લીટર-૦૭  કી.રૂ.૧૪૦/- નો રાખી  રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.

પાંચમા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી શારદાબેન સવસીભાઇ સનુરા ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમા દેશી પીવાના દારૂ જેવુ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મી.લી ની પ્લાગ. ની કોથળી નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. છઠ્ઠા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી રવીનાબેન માનસીંગભાઇ જીલીયા નવાપરા જી.આઇ.ડી.સી પાસેથી દેશી પીવાનો દારૂ બનાવવા માટેનો ઠંડો આથો લીટર ૨૦૦ કિં રૂ. ૪૦૦/- ના મુદ્દમાલ સાથે મળી આવી હતી.

સાતમા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી ભાવિકાબેન વા/ઓ જાવેદભાઇ કટિયા ધમલપર-૨ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. આઠમા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી સોનલબેન દલસુખભાઇ વાધેલા માટેલગામની સીમ સોમાણી ફાઇન કારખાના સામે નદીના પટમા દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂ.૨૦૦/-નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી.

નવમા કિસ્સામાં વાંકાનેરમાં મહિલા આરોપી માનુબેન રાયસીંગભાઇ વાઘેલા ઢુવા ગામની સીમ વરમોરા સીરામીક પાસે  દેશી દારૂ લીટર-૧૨ કિ.રૂ.૨૪૦/-નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી. દસમા કિસ્સામાં માળીયામાં આરોપી સલીમભાઇ કાસમભાઇ સંધવાણી વાડા વિસ્તારથી આગળ મોરા વિસ્તારમાં પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૭ કિ.રૂ.૧૪૦/-નો રાખી મળી આવ્યો હતો. અગિયારમા કિસ્સામાં હળવદમાં આરોપી રમેશભાઇ બાજુભાઇ ઝીંઝરીયા જોગડ (રામેશ્વર) ગામે જાહેરમાં દેશીપીવાનોદારૂ લીટર ૦૬ કિ.રૂ ૧૨૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો.

આ 11 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat