૧૦૮ ટીમની પ્રમાણિકતા, રોકડ રકમ અને ડોક્યુમેન્ટ પરત સોપ્યા

મોરબી ૧૦૮ ટીમના પાયલોટ અને ઇએમટી દ્વારા અકસ્માતના કેસમાં ઘવાયેલા યુવાનની રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા હોય જે પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

મોરબી નજીક અકસ્માતમાં હાર્દિકભાઈ મકવાણા નામના યુવાનને ઈજા પહોંચી હોય અને ૧૦૮ ટીમને જાણ કરતા ૧૦૮ ટીમના ઇએમટી મહેશ રાઠોડ અને પાયલોટ પરાક્રમસિંહ ગોહિલ ઘટનાસ્થળે દોડી જઈને અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા હાર્દિકભાઈને ટ્રીટમેન્ટ આપી હતી જે દરમિયાન તેની પાસે રહેલા ૧૦ થી ૧૧ હજારની રોકડ રકમ ઉપરાંત તેનું આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓરીજીનલ ડોક્યુમેન્ટ તેને પરત સોપ્યા હતા અને ૧૦૮ ટીમના કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Comments
Loading...
WhatsApp chat