



મોરબી જીલ્લાના હળવદ, વાંકાનેર અને માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકાને ગ્રામ્ય વિસ્તારના કોઈ આંકડા સરકારમાં મોકલ્યા નથી અને ફક્ત ફ્લડ કંટ્રોલરૂમના આંકડાના આધારે સરકારે મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા નથી ત્યારે આજે મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે
મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલ હોથીની આગેવાનીમાં આજે ૧૦૨ ગામના સરપંચોએ કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબી તાલુકામાં વર્ષ ૨૦૧૮ માં પુરતો વરસાદ થયો નથી જેના કારણે મોરબી તાલુકાના એકપણ ગામનું તળાવ પાણીથી ભરાયું નથી અને ગ્રામ્ય કુવામાં પાણીના તળ સુકાણા છે આવી પરિસ્થિતિમાં મોરબી તાલુકાના ખેડૂતો પોતાના માલઢોરનું પોષણ કરી સકે તેમ નથી અને ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ફાંફા મારવા પડે છે આવી પરિસ્થિતિમાં સરકાર પુનઃ વિચારણા કરીને મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે તો પોતાના માલઢોરનાં પોષણ કરી સકે આવતા વર્ષેના ચોમાસા સુધી નભી સકે ખેડૂતોને પોતાનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે જેથી રોજીરોટી અને માલઢોરનું પોષણ માટે ઘાસચારાની જરૂરિયાત હોય જેને ધ્યાને લઈને મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ૧૦૨ ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે
૧૦ દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચોએ આજે તાલુકા સરપંચ એસોના નેજા હેઠળ આવેદન પાઠવીને ૧૦ દિવસમાં મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે અને જો માંગણી ન સંતોષાય તો ૧૦ દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે



