


સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે છે જોકે મોરબી જીલ્લાની કેટલીક શાળાના બાળકોને બેંક દ્વારા ખાતા ખોલી આપવામાં આવતા ના હોય જેથી બાળકો અને વાલીઓ પરેશાન છે તો બીઆરસીની બેઠકમાં ૧૦ શાળાના આચાર્યોએ લેખિતમાં રજૂઆત કરી છે.
મોરબી જીલ્લાની પ્રાથમિક શાળાના બાળકોને ખાતા ખોલી આપવામાં બેંકો મનમાની કરતી હોય અનેક શાળાના બાળકોને ખાતા ખુલ્યા નથી જેથી તે શિષ્યવૃત્તિના લાભથી વંચિત રહી સકે છે જે સમસ્યાને પગલે તાજેતરમાં બીઆરસીની બેઠક નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લાની ૫૯૬ શાળાઓમાંથી મોરબીની છ પ્રાથમિક શાળા અને ટંકારાની ૦૪ મળીને કુલ ૧૦ શાળાના બાળકોને બેંક ખાતા ખુલ્યા ના હોય જે અંગે શાળા આચાર્યોએ લેટરપેડ પર રજૂઆત કરી હતી
જેમાં ટંકારાની બે બેંક અને મોરબીની નવ બેંકો મનમાની ચલાવી બેંક ખાતા ખોલતી ના હોવાની રજૂઆત કરવામાં આવી હતી એસબીઆઈ, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સહિતની બેંકો મનમાની કરતી હોય જેથી શાળાના બાળકો અને વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે તો બેઠકમાં મળેલી રજૂઆત બાદ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ અંગે કલેકટર અને લીડ બેંક મેનેજરને રજૂઆત કરી યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી

