



બનાવની મળતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પી.આઈ બી.પી.સોનારા સહિતના સ્ટાફે બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં 3માં આવેલી રણમલ ઉર્ફે રહેમાન હજીભાઈ મુસાણીની ઓફીસમાં દરોડો પાડતા ઓફિસમાં વેચાણ માટે રાખલી ૬૦ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૧૮૦૦૦ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સાથે ઑફિસના માલિક રણમલ ઉર્ફે રહેમાન મુસાણી રહે. મકરાણીવાસ વાળાને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

