


મોરબી તાલુકાના રફાળેશ્વર નજીકથી પોલીસે એક શખ્સને ઝડપી પાડીને મોરબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના તાલુકા રફાળેશ્વર ગામ નજીક મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાંથી પાસર થતું મોટર સાઈકલ જીજે ૩૬ કે ૫૧૬૨ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા મોટર સાઈકલ ચાલક મહેશ પરબતભાઈ રબારી (ઉ.૪૦) રહે-લીલાપર રોડ ગૌશાળા નજીક વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૭ કીમત રૂ.૨૧૦૦ તથા મોટર સાઈકલ કીમત ૩૦૦૦૦ કુલ મળીને ૩૨૧૦૦ સાથે ઝડપીને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

