Billboard ad 1150*250

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ મોબાઈલની દુકાનમાંથી ૧.૫૬ લાખની ચોરી

0 91
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી જીલ્લામાં ચોરી, હત્યા સહિતના ગુન્હાઓ વધ્યા છે ત્યારે પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે છે એવામાં મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ મોબાઈલની દુકાનમાંથી અજાણ્યા ઇસમોએ દુકાનનું શતરંજ તોડીને દુકાનમાં રહેલ મોબાઈલ અને રોકડ રકમ સહીત ૧.૫૬ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

વાંકાનેરના મિલ પ્લોટમાં રહેતા હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ ધરોડીયા ઢુવા નજીક મોહિત મોહિત ટેલીકોમ નામની દુકાન ધરાવે છે જે દુકાનમાં ગત તા.૧૫ ના રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ દુકાનનું તાળું તોડી તેમાંથી સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૫, ઓપો કંપનીના મોબાઈલ ફોન નંગ-૪, વિવો કંપનીના મોબાઈલ નંગ-૫ અને લાલા કંપનીના સાદા મોબાઈલ નંગ -૨ એમ કુલ મોબાઈલ નંગ-૧૬ કીમત રૂ.૧,૦૬,૫૭૦ તથા ટેબલના ખાના રાખેલ મની ટ્રાન્સફરના રોડકા રૂપિયા ૫૦.૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૫૬,૫૭૦ કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હિતેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat