મોરબીમાં ભડિયાદ-બેલા નજીક યુવાનની હત્યાના બન્ને બનાવામાં ૧-૧ આરોપી ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભડિયાદ ગામ નજીકના ભડિયાદ કાંટા પાસેની જવાહર સોસાયટીમાં રહેતા ફરિયાદી મહેશભાઈ દેવજીભાઈ વણોલ વણકર (ઉ.વ.૨૦) નો ભાઈ પ્રકાશ દેવજીભાઈ વલોણને અગાઉ ભડિયાદ કાંટા પાસે જ રહેતા ઉદય ઉર્ફે પ્રભુ બાબુભાઈ વણોલ સાથે થોડા દિવસ પેહલા બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને મૃતક પ્રકાશ નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે આરોપી ઉદય ઉર્ફે પ્રભુ બાબુ વણોલ અને અશોક બાબુ સુરેલા બંને રીક્ષા લઇ આવ્યા હતા જેના યુવાનના મોટરસાયકલ પાછળ ભટકાડી તેને જમીન પર પાડી દીધો હતો અને યુવાનના છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપી ને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી રીક્ષામાં ભાગતા હતા જેમાં રીક્ષા પલટી મારી જતા આરોપી ઉદય ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જયારે અશોકને પોલીસે હથીયાર સાથે જડપી લીધો છે અને તેને જેલહવાલે કર્યો છે તો બીજા બનાવમાં મોરબીના પીપળી રોડ પર બેલા ગામ નજીક રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું શૈલેષ બાવાજી રીક્ષામાં કાવા મારવા બાબતે
બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી અહેમદ રફીક મેમણ રહે. મોરબી અને ભાવેશ મકવાણા એ બંને શખ્શો બાઈક લઈને તેનો પીછો કરીને બેલા નજીક બોલાચાલી કરીને છરી ના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી જેમાં પોલીસે ભાવેશ મકવાણા ધરપકડ કરી છે અને અન્ય આરોપી ને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat