મોરબી સાર્થક વિદ્યામંદિરના ૦૪ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં A1 ગ્રેડ સાથે ઉતીર્ણ




આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે
જેમાં શાળાના ૦૪ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે સાથે તેમજ ૧૪ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જેમાં શાળાની ત્રિવેદી પ્રાર્થના આશિષભાઈ ૯૯.૭૯ PR, વારેવડીયા આલોક લાભુભાઈ ૯૯.૬૯ PR, વામજા નંદની સંજયભાઈ ૯૯.૪૨ PR તેમજ ડાંગર કાવ્યા યોગવીરભાઈ ૯૯.૪૨ PR સાથે ઉતીર્ણ થયા છે
બોર્ડનું પરિણામ ૬૪.૬૨ ટકા જોવા મળ્યું છે જેમાં મોરબી જીલ્લાનું ૭૫.૪૩ ટકા પરિણામ આવ્યું છે જયારે સાર્થક વિદ્યામંદિર શાળાનું પરિણામ ૯૦.૩૪ ટકા જેતુ ઝળહળતું આવ્યું હોય જેથી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે



