મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૦૩ કેસ, ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ઘટ્યો

 

મોરબી જીલ્લામાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે આજે રાહત જોવા મળી હતી જેમાં આજે મોરબી અને હળવદ તાલુકામાં મળીને નવા ૦૩ કેસ નોંધાયા છે જયારે જીલ્લામાં આજે ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ૧૦૦ ની અંદર આવી ગયો છે

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૦૨ કેસ શહેરી વિસ્તારમાં અને હળવદ તાલુકામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૩ કેસ નોંધાયા છે આજે મોરબી જીલ્લામાં ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૫ થયો છે

 

Comments
Loading...
WhatsApp chat