


ગુજરાત કર્મચારી મહાસતા મંડલ દ્વારા સાતમાં પગારપંચ તેમજ રોજમદારોને કાયમી કરવા સહિતની ૧૩ માંગણીઓ સાથે રાજ્યની ૧૬૨ પાલિકાના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોરબી પાલિકાના ૩૮૦ કર્મચારીઓ કચેરીના કમ્પાઉન્ડમાં સવારે એકત્ર થયા હતા જેને હાથમાં કાળી રીબીન બાંધી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલા વિરોધના એલાનમાં રાજ્યની તમામ પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. તેમજ આગામી તા. ૯ ના રોજ મોરબી પાલિકાના કર્મચારીઓ રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે.
ત્યારબાદ તા. રાજ્યની તમામ પાલિકા કર્મચારીઓ સાથે મોરબી પાલિકાના કર્મચારીઓ પણ તા. ૧૨ ના રોજ ૧ દિવસ માસ સીએલ પર રહેશે તેમજ તા. ૧૬ ના રોજ સવારથી સાંજ સુધી પ્રતિક ધરણા કાર્યક્રમ આપ્યા બાદ માંગો નહિ સ્વીકારાય તો તા. ૧૯ બાદ ઉપવાસ આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ સહિતના કાર્યક્રમો આપવાની પણ જાહેરાત ગુજરાત રાજ્ય પાલિકા મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.

