


મોરબી સમગ્ર વિશ્વમાં ઘડિયાળ ઉત્પાદનમાં અગ્રણી છે. દરેક દેશના ઘરો,ઓફીસો,દુકાનો,કારખાનાઓ માં મોરબીમાં બનેલી ઘડિયાળો સમય બતાવતી હોય છે. પરંતુ મોરબી નો સમય બતાવતી નહેરુ ગેઇટ ટાવર ની ઘડિયાળ વધુ એક વખત બંધ થઈ ગઈ છે. શહેરોની મધ્યમાં આવેલો અને મોરબીની ઓળખ સમાન આ ટાવરની ઘડિયાળ જ બંધ થઈ જતા સમય થંભી ગયો હોય એવું લાગે છે.

