


રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમિતિ મોરબી દ્વારા આજે શહેરના જેલ રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાજના પાંચમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજના ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દાતાના સહયોગથી તમામ દીકરીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. નવદંપતીને આશીવચન પાઠવવા માટે સંતો, મહતો અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી.

