


વાંકાનેરના કોઠારિયા ગામે રહેતા સતીષ પરશોતમભાઈ ચાવડાને પંદર દિવસ પેહલા મહેન્દ્ર પોપટ ચાવડા અને દિલીપ નાથા ચાવડા રહે. બંને કોઠારિયા ગામ વાળા સાથે પ્રસંગમાં બોલાચાલી થઇ હોય જે બાબતનો ખાર રાખીને બંને શખ્શોએ યુવાન લાકડી અને પાઈપ વડે ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. જેમાં વાંકાનેર પોલીસે હત્યા નો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે જેમાં મૃતક યુવાનના ભાઈ એમ.પી. ચાવડા મોરબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.અને હત્યા કરનાર શખ્સો મૃતક ના કૌટુબીક ભાઈઓ પણ થતા હોવનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

