લાઈફ લિંક્સ વિદ્યાલય ટંકારા માં શિક્ષક દિન ની ઉમંગભેર ઉજવણી કરાઈ



લાઈફ લિંક્સ વિદ્યાલય ટંકારા માં આજ રોજ શિક્ષકદિન ની ઉમંગ ભેર ઉજવણી કરાઈ હતી. જેમાં પ્રાયમરી વિભાગ ના 50 વિદ્યાર્થી તથા માધ્યમિક ના 42 વિદ્યાર્થી ઓ એમ કુલ 92 વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાયમરી વિભાગ માં સંજના બારૈયા એ તથા માધ્યમિક વિભાગ માં અંકિતા વામજા એ આચાર્ય તરીકે ઉત્તમ ફરજ બજાવેલ. આચાર્ય તથા શિક્ષકો એ વિદ્યાર્થીઓ ને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવેલ.