રામાનંદી સાધુ સમાજનું મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે તાજેતરમાં રામાનંદી સંગઠન દ્વારા આયોજિત રામાનંદી સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત્ર મહોત્સવ ઉપરાંત મહાસંમેલન અને ધર્મસભા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરના સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રામાનંદી સમાજ આયોજિત મહોત્સવ પ્રસંગમાં જગતગુરુ રામાંજીચાર્ય કૌશેલેન્દ્ર મઠ પાલડી તથા લીમડી મોટા મંદિર ના મહંત લલિતકિશોરદાસ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહોત્સવમાં ઉપસ્થિત અન્ય સંતોની પધરામણી થઈ હતી જેની ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધર્મસભામાં આશીવચન આપ્યા હતા. મહાસંમેલનમાં રામાનંદી સાધુ સમાજને શિક્ષણ અને સંસ્કાર તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃત થવા હાકલ કરવામાં આવી હતી. સમૂહ યજ્ઞોપવિત્ર મહોત્સવમાં સમાજના ૨૧ બટુકોએ યજ્ઞોપવિત્ર સંસ્કાર ધારણ કર્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat