


મોરબી જીલ્લાના વિવિધ પોલીસમથકોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જપ્ત કરાયેલા ૬૦,૦૦૦ થી વધુ દારૂ અને બિયરની બોટલ પર આજે સવારે રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું અને કુલ ૧.૩૨ કરોડની કીમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

