


સાતમાં પગારપંચ તેમજ રોજમદારોને કાયમી કરવા સહિતની માંગો સાથે રાજ્યની તમામ પાલિકા સાથે મોરબી નગરપાલિકાના કર્મચારીઓ પણ સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં આજે પાલિકાના તમામ કર્મચારીઓ એક દિવસની રજા પર ઉતરી જતા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

