


ધોરણ ૧૨ સાયન્સના પરિણામો જાહેર થયા છે ત્યારે જીલ્લાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં પાંચમાં સ્થાને રહેલી ફૂલતરીયા યશ્વીએ ધોરણ ૧૦ માં ટોપ કર્યું હતું. મોરબી જીલ્લાના ૯ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડમાં ઉતીર્ણ થયા છે જેમાં ચાર વિદ્યાર્થીઓ નવયુગ વિદ્યાલય મોરબીના, બે વિદ્યાર્થી નિર્મલ સાયન્સ સ્કૂલના એમ છ વિદ્યાર્થીઓ તો મોરબીમાંથી જ એ ૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે.

