



મોરબી જીલ્લા કોંગ્રસના કાર્યાલય મંત્રી દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને પાક ધિરાણ લેવામાં ખુબ મુશ્કેલી પડે છે તેમજ પાક ધિરાણ માટે હાલ ધણા ખેડૂતો સહકારી મંડળી માંથી બેંકમાં ટ્રાન્સફર યહી રહ્યા છે અને જયારે બેંકમાં ધિરાણ લેવા જાય છે ત્યારે તેની પાસે ૭-12,૮-અ,નમુના નં. 6 માંગવામાં આવે છે જે હાલમાં તાલુકા મથકે જ મળે છે તો આ નમુના ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે .ઉપરાંત બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટી મંત્રી હોય છે તેવામાં જગતનો તાત પરેશાન થાય હે તો દરેક ગામ પંચાયતમાં કોમ્પ્યુટર મૂકી ઓનલાઈન નમુના મળી રહે તેવી વ્યવસ્થા કરવામ આવે અને અમુક બેંકો દાખલા કાઢી આપવાની ફી તથા જમીનના ટાઈટલ ક્લીયર રીપોર્ટની પણ ફી લેવામાં આવે છે તો આવા દાખલા તેમજ રીપોર્ટની ફી વસુલવામાં ના આવે તેવા આદેશ કરવા વિનતી અને આ બાબતે યોગ્ય નિકાલ કરી જગતના તાતને સુધા મળે અને હેરાન ન થાય તેવો સરળ રસ્તો કરી આપવા વિનતી કરવામાં આવી છે.

