મોરબીને પ્રદુષણ મુક્ત કરવા સિરામિક ઉદ્યોગ ની પેહલ

કોલગેસનું પ્રદુષણ ફેલાવનાર સિરામિક ફેક્ટરી ને રૂપિયા ૨ લાખનો દંડ ફટકારશે

મોરબીના સિરામિક એસ્સોશિએશન ની પ્રદુષણ કમિટીના મેમ્બરો ની બેઠક યોજવામાં આવી હતી જેમાં કોલગેસથી ફેલાતા પ્રદુષણને રોકવા માટે ચર્ચા કરવામાં આવ્યા બાદ બહુમતી થી નિર્ણયો કરવામાં આવ્યા હતા જેમાં કોલગેસના વેસ્ટ જમીનમાં ઉતારવો કે જાહેરમાં નિકાલ કરનાર સિરામિક ફેક્ટરી ને દંડ ફટકારવામાં આવશે જેમાં પેહલી વખત ૨ લાખ દંડ અને ક્લોઝર નોટીસ માટેની ભલામણ, બીજી વખત ૫ લાખ દંડ અને ત્રીજી વખત ૫ લાખના દંડ ઉપરાંત ૩ મહિના એકમ બંધ રહે તેવી ભલામણ પ્રદુષણ બોર્ડને સિરામિક એષોશીએશેન દ્વારા કરવામાં આવશે  . એટલું જ નહિ પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રદુષણ ફેલાવનાર ફેક્ટરી સામે સિરામિક એષોશીએશેન જાતે  ફરિયાદી બનીને ફરિયાદ કરશે. આજે પ્રદુષણ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સિરામિક એશો.ની જનરલ મીટીંગમાં એજન્ડામાં મુકવામાં આવશે અને ત્યારબાદ તેની અમલવારી જલ્દી થાય તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat