


મોરબી નગરપાલિકાના રફાળેશ્વર પાસેના ડમ્પિંગ સાઈટમાં બપોરના લગભગ ૧૨ વાગે કોઈ કારણોસર આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને બંને ગાડીઓએ આશરે પાંચે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો . પાલિકા દ્વારા એકત્ર કરાતો કચરાના નિકાલ કરવાની સાઈટ પર લાગેલી આગથી જોકે નુકશાન કે જાનહાની થઇ ના હતી પરંતુ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગથી કેટલાક સવાલો જરૂર ઉભા થયા છે કારણકે અગાઉ પાલિકાના ઉપપ્રમુખ દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનના ફેરામાં ગોલમાલ થતી હોવાના આક્ષેપો કરી ચુક્યા છે અને જીલ્લા કલેકટરમાં આ મામલે ફરિયાદ કરીને તપાસની માંગ કરવામાં આવી હતી ત્યારે કચરાને આગ લાગતા અનેક સવાલો ઉભા થયા છે ખરેખર આગ લાગી છે કે પછી બીજું કઈ આ આગ પાછળ રાજકારણ છે તે ચર્ચાનો વિષય છે

