

મોરબી ના રફાળેશ્વર પાસે ટ્રકમાં અચાનક આગ હતી. . જેમાં ટ્રકની આખી કેબીન ઝપટ આવી ગઈ હતી. હાઈ-વે પર ટ્રક સળગવા લાગતા થોડી વાર માટે અફડાતફ્રડીનો માહોલ સર્જાયો હતો. આ આગની ઘટના અંગે જાણ થતા ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ટ્રકમાં આગને પગલે કોઈ જાનહાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી પરંતુ ટ્રકની કેબીન બળીને ખાખ થતા ટ્રકમાં નુકશાની થવા પામી હતી.હાઈવે પર મોટી સંખ્યા માં લોકો એકત્રિત થયા હતા.વધુમાં મળતી વિગત મુજબ એક મોટર સાયકલ ને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેમાં એક બાળક ને ગભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જેથી લોકો ના ટોળાએ આગ લગાવી હોવનું જાણવા મળ્યું છે