મોરબીના એ ડીવીઝન પોલીસમથકમાં સત્યનારાયણ કથા

આરોપી પોલીસ મથકમાં ગળે ફાસો ખાઈ સુસાઈડ કર્યું હોવાથી યોજાય કથા

મોરબી એ ડીવીઝન ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાબતે એવું પણ જાણવા મળ્યું છે કે મોરબી એ ડીવીઝન પોલીસે 26 એપ્રિલે પેટ્રોલિંગ દરમિયાન નવા બસ સ્ટેન્ડ નજીકથી શંકાસ્પદ ઇસમ નરેન્દ્ર ઉર્ફે સોમો પુનાભાઈ પરમાર (ઉ.વ.૩૦) રહે. રામપુર જીલ્લો આણંદ વાળાની અટકાયત કરીને પોલીસમથકે લાવ્યા હતા. જેને લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે લોકઅપની સફાઈ માટે આરોપીઓને બહાર કાઢવામાં આવ્યા તે સમયે પીએસઓ રૂમની નજીક આવેલા હાજરી માસ્તરના રૂમને અંદરથી બંધ કરી લઇ ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતને પગલે પોલીસમથકનું વાતાવરણ શાંત રહે અને સત્યનારાયણ કથાથી ભૂમિ પવિત્ર બને તેવા હેતુથી કથા કરવામાં આવી હતી .

Comments
Loading...
WhatsApp chat