માળીયા: ધરમ કરતા ધાડ પડી, બાપ-દીકરાની લડાઈમાં યુવક સમાધાન કરવા જતા દીકરાએ છરી મારી

માળીયામાં ધરમ કરતા ધાડ પડી હોય તેવી ઘટના સામે આવી છે. જ્યાં બાપ-દીકરાની લડાઈમાં યુવક સમાધાન કરવા જતા દીકરાએ તોષે ભરાઈને છરી મારી દીધી હતી. હાલ યુવકે હોસ્પિટલના બિછાનેથી આ ઘટના અંગે માળીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરિયાદી આરીફભાઇ ડાડાભાઇ કટીયાએ જણાવ્યું હતું કે, કટીયા વાશના નાકે મેઇન રોડ પર આરોપી દોશમામદ ઉર્ફે બબલુ સદીકભાઇ કટીયાતેના બાપુજી સદીકભાઇ સાથે ઝગડો કરતો હોય ત્યારે આરીફભાઇએ વચ્ચે પડી છોડાવેલ હોય અને ઝગડો નહી કરવા આરોપી દોશમામદને સમજાવતા દોશમામદ એકદમ ઉશકેરાઇ ગયો હતો અને આરીફભાઇ સાથે ઝપાઝપી કરી ભુડા બોલી ગાળો દઇ દોશમામદે પોતાની પાસે રહેલ છરી વડે આરીફભાઇના ડાબા ભાગે બગલની નીચે વાશાના ભાગે એક ઘા મારી તથા પીઠના ભાગે છરકો કરી ઇજા કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મુદ્દે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat