માળીયા: કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારચાલક યુવાનનું મોત

માળીયામાં  રોહિશાળા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે કારચાલક યુવાનનું યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતકના પરિવારજન રમેશભાઇ અંબારામભાઇ માલાસણાએ આરોપી ટ્રક ગાડી નં- GJ-12-AU-7297 નો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,  હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ મગનભાઈ માલાસણા રોહિશાળા ગામના પાટીયા પાસે આવેલ ભોળાપીરની દરગાહ જવાના રસ્તા પાસે  હળવદથી માળીયા જતા નેશનલ હાઇવે પર જતા હતા. એ સમયે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક ગાડી નંબર GJ-12-AU-7297 વાળી રોડ ઉપર ટ્રાફીકને અડચર રૂપ થાય તે રીતે ઉભી રાખી પાછળના ભાગે કોઇ આડસ કે દુરથી દેખાય તેવુ કોઇ બેરીકેટ રાખ્યા વગર પોતાની  તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે  બેદરકારીથી પોતાની ગાડીનુ ટાયર બદલાવતા હતા. એ દરમિયાન તે મુકેશભાઇ પોતાની ગાડીમા સાઇડ લેવા જતા ટ્રક ગાડીનં‌-GJ-12-AU-7297 ના ઠાઠાના ભાગે અથડાયા હતા. જેથી મુકેશભાઈના શરીરે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સથળે મોત નીપજ્યું હતું. અને આરોપી ગાડી મુકીને નાસી ગયો હતો.

આ મુદ્દે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ-૨૮૩, ૩૦૪ (એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat