માળિયા ફાટક પાસે અકસ્માત સર્જાયો

મોરબી નજીક હાઈવે પર આવેલી માળિયા ફાટકે ગત મોડી રાત્રીના અકસ્માત સર્જાયો હતો જેમાં લાલપર બાજુથી આવતા ડમ્પરના ચાલકે માળિયા ફાટક પાસે પહોંચીને આજુબાજુ જોયા વિના જ મહેન્દ્રનગર તરફ વાળતા પાછળથી આવી રહેલા ટેલર સાથે અથડાતા ટેલર પલટી મારી ગયું હતું જયારે ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગયું હતું. ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાની કે ઈજા થઈ ના હોવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે.

Comments
Loading...
WhatsApp chat