માળિયાને અછતગ્રસ્ત જાહેર કરવાની જીલ્લા કોંગ્રેસ પ્રમુખે બ્રિજેશ મેરજા ની માગ
પશુઓ માટે ઘાસચારો આપવા રજૂઆત કરવામાં આવી



મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ રજૂઆત કરી છે કે જીલ્લાના ખેડૂતોને પાકવીમો ચુકવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે અન્યાય કર્યો છે. સિંચાઈનું પાણી મળતું નથી જેથી ખેડૂતોની આજીવિકાનો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો અને પશુપાલકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઉદભવે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેમ જણાવીને કોંગ્રેસ પ્રમુખે માળિયા તાલુકાને તાકીદે અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના વ્યાજની માફી, પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને રાહત કાર્ય દ્વારા રોજગારી તેમજ જરૂરી આર્થિક સહાય આપવા જીલ્લા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે.

