બ્રહ્મસમાજ- પ્રજાપતિ સમાજના સમૂહલગ્નોત્સવ યોજાયા

બ્રહ્મસમાજના ૧૧ બટુકોએ યજ્ઞોપવિત્ર સંસ્કાર ધારણ કર્યા

મોરબીમાં આજે રોજ બ્રહ્મસમાજ યુવક મંડળ તેમજ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્તબ્રહ્મસમાજ યુવક મંડળ આયોજિત સમૂહલગ્નોત્સવમાં સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા જયારે ૧૧ બટુકોએ યજ્ઞોપવિત્ર ધારણ કરી હતી.બ્રહ્મસમાજ આયોજિત સમૂહલગ્ન અને યજ્ઞોપવિત્રની માંગલિક વિધિના આચાર્ય તરીકે શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવદંપતીને આશીવચન પાઠવવા માટે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી સહિત સંતો અને અધિકારો ઉપસ્થિત રહ્યા હતા અને  પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુર્જર પ્રજાપતિ સમાજના પાંચ નવદંપતીઓ જોડાયા હતા. જેમાં લગ્નવિધિ કરાવવા માટે શાસ્ત્રી જનકભાઈ પંડ્યા ઉપસ્થિત રહયા હતા. સમૂહલગ્નોત્સવમાં પધારેલા જ્ઞાતિજનોને સમાજના યુવાન દ્વારા બેટી બચાવો અભિયાન અંગે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી તેમજ દરેક દંપતી બેટી બચાવવાના અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat