પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજવામાં આવી
વેસ્ટ વોટર મેનેજમેન્ટ માટે જરૂરી ચર્ચા કરવમાં આવી



ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સિરામિક એશો. ના સંયુક્ત ઉપક્રમે આજે સિરામિક એશો. હોલ ખાતે પ્રદુષણ બોર્ડના અધિકારી તેમજ સિરામિક ઉદ્યોગપતિઓની એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રદુષણ બોર્ડ ગુજરાતના ચેરમેન અગ્રવાલ, મેમ. સેક્રેટરી કે.સી.મિસ્ત્રી, મોરબી યુનીટેડ જે.એસ. કલ્યાણી અને રીજનલ ઓફીસના અધિકારી સુત્રેજા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સિરામિક એશો.ના પ્રમુખો કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, પ્રફુલભાઈ દેત્રોજા તેમજ કિરીટભાઈ પટેલ અને અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. પ્રદુષણ બોર્ડ દ્વારા આયોજિત આ બેઠકમાં સિરામિક એકમોના વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સિરામિક એકમોને વેસ્ટ વોટર મેનેજમેન્ટના ભાગરૂપે ફિલ્ટર પ્લાન પર ભાર મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ચર્ચા કરીને જે એકમોમાં ફિલ્ટર પ્લાન ના હોય તેને જલ્દી કાર્યરત કરવાની સુચના આપવામાં આવી હતી. વેસ્ટ વોટર અંગે કોઈ ફરિયાદ મળશે તો તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રદુષણને રોકવા માટે જીપીસીબી બોર્ડ સક્રિય બન્યું છે તેમજ સિરામિક એશો. પણ તંત્રને સહયોગ આપવાની ખાતરી આપી રહ્યું છે.

