પતિ એ જ પત્ની હત્યા કર્યાનું ખુલ્યું : પતિ સામે હત્યાનો ગુનો નોધ્યો

દોઢ માસ પેહલા મળેલ માનવકકાલ મામલે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામે નજીક આવેલા વૃંદાવન સોસાયટી પાસે ગત તા. ૨૨-૦૩ ના રોજ સ્ત્રીનું માનવકંકાળ  મળ્યું હતું તાલુકા પોલીસે માનવ કંકાળને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલીને તપાસ શરુ કરી હતી . લાલપર પાસેની સોસાયટી પાસે ખોદકામ વખતે એક વંડામાંથી સ્ત્રીનું માનવ કંકાળ તેમજ માંસ પણ મળી આવતા હત્યાની શંકા હોવાથી પોલીસે કંકાલ તથા માંસના સેમ્પલ રાજકોટ ફોરેન્સિક લેબમાં તપાસ માટે  મોકલ્યા હતા જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતા દેવરાવ હીરામણ ડડાજે (ગોંડ) રહે. મહારાષ્ટ્રવાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાવરાવ દેવરાવ ગાયકવાડ રહે. મહારાષ્ટ્ર વાળાને તેની દીકરી મીઠીબાઈ (ઉ.વ.૪૦) સાથે વર્ષો પેહલા પ્રેમસંબંધ બંધાયો હોય જે મહારાષ્ટ્રથી ભાગીને ગુજરાત આવ્યા હોય અને બંને લગ્ન કર્યા બાદ ગુજરાતમાં મજુરી કામ કરતા હોય જે દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે માથાકૂટ થતા ભાવરાવ ગાયકવાડે ફરીયાદી ની દીકરીને હત્યા કરી લાશ પ્લોટમાં ખાડો ખોદી દાટી હોય જેને હત્યા કરીને પુરાવાનો પણ નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે હત્યા અને પુરાવા નો નાસા કરવા સહિતના ગુના નોધી આરોપી ને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે આ અગે તપાસ કરી રેહલા પી.એસ.આઈ. જી.આર. ગઢવી ને પૂછતા તેમણે કહ્યું હતું જુદી જુદી ટીમો બનાવી આરોપ જડ્પવા હાલ કામગીરી ચાલુ છે

 

Comments
Loading...
WhatsApp chat