


મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ રજૂઆત કરી છે કે વિદ્યાર્થી અસામાજિક તત્વો હોય તેવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. સરકારની લાપરવાહીને પગલે નિર્દોષ વિદ્યાર્થીઓને વિના વાકે સહન કરવાનો વારો આવ્યો છે. નીટની પરીક્ષામાં ગુજરાતીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભણેલા હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સામાન્ય રીતે બંને માધ્યમનું પ્રશ્ન પેપર એક જ પ્રકારનું લેવાતું હોય છે. પરંતુ કમનસીબે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને આ બાબતથી અજાણ રાખી બંને માધ્યમના અલગ અલગ પ્રશ્ન પેપર કાઢતા વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. ભૌતિક અને રસાયણોના પશ્નોમાં માઈન્સ પધ્ધતિને લીધે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે તેમજ બંને અલગ માધ્યમથી એકઝામનું મેરીટ લીસ્ટ કોમન બનશે. કોમન મેરીટ લીસ્ટ બનતા વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના રોળાઈ જશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઈ ના પ્રવેશની ટકાવારીમાં વિસંગતા ઉભી થશે પરિણામે હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા પદ્ધતિને લીધે સહન કરવાનો વારો આવશે જેથી નીટની પરીક્ષા ફારસ બની ગઈ હોય, હજારો વિદ્યાર્થીઓના હિતમાં પુનઃ પરીક્ષા લેવા માંગણી કરવામાં આવી છે.

